KeVi Mart - ONLINE MARKET PLACE FOR RURAL & SEMI URBAN CITIZEN
Initiated by Gujarat Agro Industries Corporation (A Government Enterprise)

બધા જ હિસ્સેદારો, ચાહે એ ઉત્પાદક હોય, એગ્રીગેટર (ઓનલાઈન ડીલર) હોય, કે આપણો છેવાડા સુધીનો ગ્રાહક – એ તમામના હિત સચવાય અને તેમનો વિકાસ થાય એવા ઉમદા હેતુથી ગુજરાત સરકારની ૫૧ વર્ષથી અડીખમ કંપની GAIC દ્વારા આ ઓનલાઈન પ્લેટફોર્મ “કેવી માર્ટ” વિકસાવવામાં આવ્યું છે. આજે નહિ તો આવતીકાલે કોઈ મોટી કંપની તાલુકા અને ગ્રામ્ય સુધી ઓનલાઈન બિઝનેસ લાવે એની નકારાત્મક અસરથી હાલના ઉત્પાદકો અને વેપારીઓને સુરક્ષિત કરી તેમનો બિઝનેસ વધારવાનો હેતુ આ પ્લેટફોર્મથી સિદ્ધ થશે.

With a noble cause of the development and securing the interests of all the stakeholders, be it the manufacturers, the aggregators or our end customers, this online platform known as “KeVi Mart” has been developed by GAIC, Government of Gujarat’s 51 years old company. This platform will serve to secure our manufacturers and traders from the negative influence and impact by some MNCs carrying their online business to Talukas or Villages with their profit-centric agendas.

શું છે? “કેવી માર્ટ” પ્લેટફોર્મ
તાલુકા સુધીના વેપારીઓની સળગતી સમસ્યાઓ જેમકે મર્યાદિત ગ્રાહકવર્ગ, મર્યાદિત વસ્તુઓની અવેલેબીલીટી, વ્યાપારનું જોખમ, ઊંચું રોકાણ, ખૂબ જ હરીફાઈ, કાગળ-ટેલિફોન પર વ્યાપાર – આ બધી જ સમસ્યાઓનો હલ એટલે "કેવી માર્ટ“ ઓનલાઈન પ્લેટફોર્મ,જેમાં છે લાખો ગ્રાહકો, લાખો પ્રોડક્ટસ, જવાબદારીઓની વહેચણી, સરળ ઓર્ડર સિસ્ટમ, સરળ પેમેન્ટ, સરળ ઉત્પાદન ટ્રેકિંગ, ૨૪*૭ બિઝનેસ અને એ બધુ જ ગુજરાતી સહિતની ભાષાઑમાં.
એટલેકે સરકારનો ભરોસો, ઓછું રોકાણ, વધું વેચાણ – એ પણ સરળતાથી.

What is “KeVi Mart” platform all about?
There are multiple pressing issues concerning the businessmen in Villages and Talukas, including a limited customer base, limited availability of goods, high risk of business, huge investment, cut-throat competition, paper-pen based transactions among others.
“KeVi Mart” platform is a one-stop solution to all these issues, which consists of a robust network of Lacs of customers, thousands of products, accountability for all members, ease of ordering, ease of payment, efficient tracking of goods, 24x7 business and all these in multiple languages including Gujarati & English.
In Summary, More Business – Ease of Business – With Less Investment.

ભવિષ્યનો વિચાર કરીને GAIC આજથી જ આ પ્લેટફોર્મ “કેવી માર્ટ” દ્વારા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારનું જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓનું, તેમજ ખેતી અને ડેરી ઉદ્યોગની તમામ વસ્તુઓનું માર્કેટ કવર કરી લેવા માંગે છે.
• ઊત્પાદકોને લાખો નવા ગ્રાહકો સુધી પોતાની ઉત્તમ વસ્તુઓ પહોંચાડવાની તક– એ પણ ડિલિવરી કે પેમેન્ટની ચિંતા વગર, કારણકે સમય મર્યાદાની અંદર જાતે જ થશે પેમેન્ટ.
• એગ્રીગેટર(ઓનલાઈન ડીલર) ને ૧૫૦૦ થી વધુ કાયમિક ગ્રાહકોનો બેઝ અને ઓછું રોકાણ– એટલે કે કાયમિક સરળ અને સુરક્ષિત વ્યાપારની દુર્લભ તક.
• સૌથી વધુ ફાયદો લાખો ગ્રાહકોને – કારણકે હવે તેઓ ખેતી ઉપરાંત જીવન જરૂરિયાતની તમામ ઉત્તમ ક્વોલિટીની વસ્તુઓ, વ્યાજબી અને બજાર કરતા ઓછી કિંમતે, અને ઘર સુધી મેળવી શકશે.

With a foresight, GAIC wants to capture the markets of the daily needs of villages and talukas through “KeVi Mart” platform, right away.
• For the producers, it’s an opportunity to offer their excellent products to Lacs of customers without bothering about payment, as payment will be automatically credited in designated period
• For the aggregators (online dealers), with a small investment, a permanent base of 1500+ customers – a rare opportunity for a permanent business with security and ease.
• Maximum benefit for our Lacs of customers – as now onwards, they can procure high quality products of all daily needs, including farming, at a rate reasonable and lesser than the market and receive directly at home!

આવો સહુ સાથે મળીને આગળ વધીએ.
Let’s unite and grow together.

ગ્રામ્ય અને નગરપાલિકાના ગ્રાહકો ને “કેવી માર્ટ” ઓનલાઈન માર્કેટ પ્લેસથી થતો ફાયદો

• મહાનગરો માં મળતો માલ સામાન અને જીવન જરૂરિયાતની વસ્તુઓ હવે ગ્રામ્ય વિસ્તારમાં સરળતાથી મળી રહેશે. ઉત્તમ, વ્યાજબી અને તમારા ઘર સુધી. એ પણ મહાનગરોમાં મળે છે એ કરતા પણ વ્યાજબી કિમતે. નીચે ક્લિક કરો અને તુરંત મેમ્બર બનો.

Manufacturers / Suppliers

(ઉત્પાદકો / સપ્લાયર્સ)

Gujarat Agro Industries Corporation (GAIC) - A 51 year old prestigious organization of Gujarat government, who has set up a new benchmark in empowering lives of rural people, is pleased to welcome all the Manufacturers, Suppliers and Business Communities at Rural and Semi Urban level on this online Market Place of KeVi Mart. Apart from English, this mobile application will also be offered in Gujarati language.

ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન (જીએઆઈસી) - ગુજરાત સરકારની ૫૧ વર્ષ જુની પ્રતિષ્ઠિત સંસ્થા છે, કે જેણે ગ્રામ્ય લોકોના જીવનધોરણ માટે એક નવો અધ્યાય સ્થાપ્યો છે. ગ્રામીણ અને અર્ધ શહેરી કક્ષાઓના તમામ ઉત્પાદકો અને વેપારીઓને, જીએઆઈસી “કેવી માર્ટ” ઓનલાઈન માર્કેટ પ્લેસ માટે આવકારે છે. આ મોબાઇલ માર્કેટ પ્લેસ ગુજરાતી ભાષા પણ સપોર્ટ કરે છે.

This would be the only Vernacular E-commerce platform consisting of the network of approx. more than 7.5 Lacs registered family (Approx. 30 Lacs Citizens) mainly from Rural and Semi-Urban areas of Gujarat, means totally Untapped Market.

“કેવી માર્ટ” ગુજરાતનું પ્રથમ ઓનલાઈન માર્કેટ પ્લેસ છે, જે ગુજરાતી ભાષામાં બનેલું છે અને જે પ્લેટફોર્મ ઉપર પ્રથમ ફેઈસમાં અંદાજીત ૭.૫ લાખ કટુંબો ઓનલાઈનમેમ્બર બનનાર છે એટલે કે 30 લાખથી વધું નાગરિકો. “કેવી માર્ટ” ઓનલાઈન માર્કેટ પ્લેસમાં ગુજરાતના ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારના નાગરિકોને મેમ્બર બનાવવામાં આવી રહ્યા છે.

“KeVi Mart” is an online buying and selling platform between Rural and Semi Urban Customers and Manufacturers/Suppliers to satisfy customer’s daily need with quality product, at reasonable price and at their doorstep.

જીએઆઈસી એવા નાગરિકોને આ “કેવી માર્ટ” પ્લેટફોર્મ લાવી આવી રહ્યા છે કે જે અત્યાર સુધી ઓનલાઈન માર્કેટ પ્લેસથી પરિચિત નથી, એટલે મેન્યુફેક્ચર/સપ્લાયરને એક નવી વિશાળ માર્કેટ મળી રહેશે. “KeVi Mart” will promote and distribute wide range products of Manufacturers/Supplier’s to Rural and Semi Urban Customers and will increase sale and timely online payment will increase profitability of manufacturers.

જીએઆઈસી “કેવી માર્ટ” ઓનલાઈન માર્કેટ પ્લેસ દ્વારા મેન્યુફેક્ચર અને સપ્લાયરની વ્યાજબી કિંમતની ઉત્તમ વસ્તુઓ ગુજરાતના ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારના નાગરિકોના ઘર સુધી પહોંચાડવા માંગે છે.

GAIC is having own logistic network up to last Village Citizen for “KeVi Mart” Online Mobile Platform. Manufacturers/ suppliers will confirm the customer’s order and deliver it to the nodal delivery point and KeVi Mart will manage the goods from the nodal point to the customer’s doorstep.

આ માટે મેન્યુફેક્ચર અને સપ્લાયરએ માલ જીએઆઈસીના નોડલ પોઈન્ટ સુધી જ પહોચાડવાનો રહેશે. ત્યાંથી ગ્રામ્ય નાગરિકના ઘર સુધી માલ પહોચાડવા માટેની તમામ વ્યવસ્થા જીએઆઈસી કરી ચુકી છે.

GAIC is encouraging Manufacturer/Supplier to registered their product on “KeVi Mart” Platform by giving FREE OF COST registration and even not asking performance guarantee. GAIC is taking responsibility of Online Payment on Time and for Timely delivery of Good from Nodal Point to Last Village Citizen.

જીએઆઈસી મેન્યુફેક્ચર અને સપ્લાયર પાસે રજીસ્ટ્રેશન માટે કોઈ ચાર્જ લેતું નથી તેમજ કોઈ નાણાંકીય બાહેંધરી માંગતું નથી. તેમજ નક્કી કરેલ સમય ઉપર ઓનલાઈન પેમેન્ટ મળી જવાની ખાતરી આપે છે. નાના/મોટા મેન્યુફેક્ચર અને સપ્લાયર માટે આ સુવર્ણતક છે.

Benefits To Aggregator (Online Dealer)

(એગ્રીગેટર/ઓનલાઈન ડીલરના લાભ)

Email us to Become aggregator

View All Product List

• મહત્તમ 3 થી ૫ લાખનું ઇન્વેસ્ટમેન્ટ થશે અને જે માત્ર ૬ થી ૯ દિવસમાં પાછું આવશે જેથી મૂડીનું રોકાણ ઓછું થશે.

• ઓનલાઈન ટ્રેડિંગમાં ઉધારી ને અવકાશ નથી. મિનિમમ ૩ થી ૬ ટકા અને લોજિસ્ટિક વગેરેનો ચાર્જ ગણીએ તો ૬ થી ૧૦ ટકા જેવો ગ્રોસ નફો રહેશે.

• અંદાજિત ગ્રોસ નફો ૪.૫ થી ૭.૨ લાખ થઇ શકે. જો ઈન્વેસ્ટમેન્ટ સામે રીટર્ન ગણિયે તો ૪૧ થી ૮૨ ટકા જેવું થાય.

• ટર્નઓવર સરખું રહેશે અથવા વધતું રહેશે કારણકે તમારા ગ્રાહકો તમારા જ રહેશે અને તેમાં વધારો થતો રહેશે.

• “કેવી માર્ટ” મોબાઈલ એપ્લિકેશનથી સરળતા થી એગ્રીગેટર બિઝનેસ કરી શકે છે, કારણ કે ગુજરાતીમાં છે.

• “કેવી માર્ટ” મોબાઈલ એપ્લિકેશનથી તાલુકા સેન્ટરોના વેપારીઓ પોતાનો બિઝનેસ વધારી શકે અને સુરક્ષિત રહી શકશે.

• ઓર્ડર કન્ફર્મ કરવા માટે સિંગલ ક્લિકનો ઉપયોગ, ઓર્ડર સરળતાથી ટ્રેક પણ કરી શકાય છે.

• ઓર્ડર પેમેન્ટ માટે ઓનલાઈન પેમેન્ટની વ્યવસ્થા

• માલના વેચાણ માટે સ્ટાફ અને દુકાનની જરૂરિયાત રહેતી નથી.

• માલના સંગ્રહ માટે ગોડાઉનની વ્યવસ્થા કરવાની હોતી નથી.

• કન્ફર્મ ઓર્ડર પછી જ માલ આવશે એટલે માલનો સ્ટોક પડ્યો નહિ રહે.

• બેંક અને જમા ઉધારના ચોપડા માટેની કોઈ વ્યવસ્થા કરવાની નથી, બધું મોબાઇલમાં ઓનલાઈન થઇ શકશે.

• જીવન જરૂરિયાત ની તમામ વસ્તુઓનું પણ વેચાણ કરી વેપાર કરી શકાશે.

• ગ્રાહકો નક્કી હોવાથી પેમેન્ટ સેક્યુરીટી અને બિઝનેસ વધારવાની સંપૂર્ણ તક

Contact Us

Manufacturer Help-Line:

Aggregator Help-Line: